તમે નહીં માનો પરંતુ,
આપણો સૌથી વધારે સમય
આ હું શું કરું ? ખાઈ જાય છે
ને એમાં ને એમાં
જે નથી કરવાનું એવું
ઘણું બધું થઈ જાય છે,
ને ખરેખર જે કરવાનું છે,
એજ રહી જાય છે.
છતાંય.....બહુ ચિંતા ના કરવી
કેમકે, આવું બધું ખાલી મને અને
તમને જ નહીં,
પરંતુ ઘણા બધાને થાય છે.
માટે આપણે તો હંમેશા એકજ
બાબત પર ધ્યાન આપવાનું,
કે વિચારો કરતાં, પ્રયત્નો પર
વધારે ફોકસ રાખવાનું.