વિષય :. એકલા રહેતા આવડી ગયું
મને મારા માં ખુશ રહેતાં આવડી ગયું...
ખોટી સંગત નો હિસ્સો થવા કરતાં, એકલાં રહેવાનું મે નક્કી કર્યું........
મુહ પર મિત્ર પીઠ પાછળ શત્રુ,....બહુ થયું હવે તમારું કે...
કે બધાથી કિનારો કરવાનું નક્કી કર્યું.
હા મને એકલું રહેતાં આવડી ગયું......
મારી માણસાઈ નો કોઈ ઉપાડે ફાયદો તો,
એને સમજતા આવડી ગયું તો...
કે મને આવા લોકો જોડે કેવો અને કેટલો વ્યવહાર કરવો જોઈએ એ આવડી ગયું.
હા જી હા મને એકલા રહેતાં આવડી ગયું...
વાત વાત માં જો કોઈ આપણને સતત નીચું બતાવે તો,
એને જવાબ તો આપવો જોઈએ,
સહન શક્તિ નો મતલબ એ નથી કે ખોટું સહન કરી લેવું...
જી ના આ મને નહી ફાવે માટે....
આવા લોકો ને જવાબ આપવાનું મે નક્કી કર્યું
મને એકલા રહેતાં આવડી ગયું.
નહી ફાવે મને કોઈ ફરેબ,
નહી ફાવે મને કોઈ દયા,
નહી ફાવે મને કોઈ ભીખ,
નહી ફાવે એટલે નહિ જ ફાવે કે મને....
એકલા રહેતાં ફાવી ગયું.