જીવન,
પોતાના આક્રંદથી શરુ થાય છે
જે બીજાના આક્રંદથી પૂરું થવાનું જ છે.
આ બે આક્રંદ વચ્ચે છુપાયેલા આવા ઘણા આક્રંદ.
સહેવું વસમું પડે તોયે મુજ અંતરનો ખાલીપો છે એ,
આવીને જવું જીવનનો ક્રમ રહ્યો
તોયે સહેવું અઘરું પડે છે.
જીવનના તાસ પર ટકવા માટે
પ્યાદા ઘટે છે.
છતાં છેક સુધી જીવી જાણવું,
વખત એમ કહે છે.