જો વિચારોનો સમયગાળો
એક લિમિટથી વધી જશે,
તો પછી મારાં જીવનમાં
મેં જે ધાર્યું છે, એ કયારે થશે ?
ને જો વગર વિચારે હું
ખોટા ધમપછાડા કરીશ,
તો અંતે
મને હાથ તો કંઈ નહીં લાગે,
પરંતુ હું એકલો એકલો
મોઢું સંતાડીને રડીશ.
વિચાર, અને અમલ વચ્ચેના
સમયગાળા પર જ...
"આપણું ભવિષ્ય નિર્ભર હોય છે"