Gujarati Quote in Thought by Gautam Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માનવ શરીર
માનવ શરીર

એક મિનિટમાં સરેરાશ ૭૨ વખત ધબકતું માનવ હ્રદય દરેક ધબકારે ૫૯ ઘન સેન્ટિમીટર લોહીનું પમ્પીંગ કરે છે. આ હિસાબે ૭૦ વર્ષના સમયગાળા માં માનવ હ્રદય ૧૫૫૦૦૦૦૦૦ લીટર લોહીનું પમ્પીંગ કરે છે.

શરીર નું સૌથી વજનદાર અવયવ ત્વચા છે. સરેરાશ વ્યક્તિની ચામડીનું વજન ૧૦ કિલોગ્રામ અને ૮૮૦ ગ્રામ હોય છે.

શરીર માં બધું મળીને ૨૦૬ હાડકાં હોય છે. ૭૦ કિલોગ્રામ વજન ની વ્યક્તિ ચાલતી હોય ત્યારે તેના સાથળના હાડકા ને ૮૪૦ કિલોગ્રામ વજનનું દબાણ વર્તાય છે. દોડતી વખતે તો દબાણ ખૂબ વધી જાય છે. કૂદકો મારી ને પગ જમીન પર ટેકવો ત્યારે પગ ના હાડકા પર ૯ ટન નું દબાણ વર્તાય છે.

દર મિનિટે ૭૦ લેખે ધબકાર લેતું હ્રદય ૧ કલાકમાં ૪૨૦૦ વખત, એક દિવસમાં ૧૦૦૮૦૦ વખત, વર્ષમાં ૩૬૭૯૨૦૦૦ વખત તો ૭૦ વર્ષના ગાળામાં ૨૫૭૫૪૪૦૦૦૦ વખત ધબકી ચુક્યું હોય છે.

માનવ શરીરના લોહી નો પ્રત્યેક રક્તકણ તેના ૧૨૦ દિવસની આવરદા દરમિયાન આખા શરીરમાં ૧૭૨૦૦૦ વખત ભ્રમણ કરી કુલ ૧૧૦૦ કિલોમીટર નું અંતર ખેડી નાખે છે.

૭૦ વરસ ના આયુષ્ય માં માણસની આંખ ૫૯૦૦૦૦૦૦૦ વખત પોપચા ખોલવાખ કરે છે. પોપચા ની નીચેની અશ્રુ ગ્રંથિ ઓ કુલ ૬૫ લીટર અશ્રુજળ પેદા કરે છે.

માનવ શરીર
65% ઓક્સિજન 18.5% કાર્બન
3.3% નાઇટ્રોજન
1.5% કેલ્શિયમ
1% ફોસ્ફરસ
અને 0.35% પોટેશિયમ,સલ્ફર,
ક્લોરિન, magenusiam, આયર્ન, ઝીંક, megnize, આયોડિન, બોરોન, આયોડિન જેવા તત્ત્વ પણ ખરા.

અગ્નિ સંસ્કાર કરવા માં આવે ત્યારે આ માનું એક પણ બચતું નથી .
માત્ર રાખ વધે છે. જેનું વજન 3 કિલોગ્રામ જેટલું હોય છે. જન્મ વખતે પણ મનુષ્ય નું વજન પણ એટલું જ હોય છે.
આ રીતે કુદરત ના ચોપડે હિસાબ ચૂકતે.
https://www.facebook.com/share/p/7NDvHcqunzFhBnze/

Gujarati Thought by Gautam Patel : 111953701
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now