બધાને ઓળખી લીધા પછી જ
માણસ પોતાને ઓળખે છે
આમાં ભૂલ તો જે તે માણસની જ છે
કે પોતાને પૂરો ઓળખ્યા વિના
લોકોની પાછળ દોડે છે.
ને પોતાનું સારું ખોટું
લોકોમાં ખોળે છે.
આમાં કરવાનું માત્ર એટલું જ છે કે,
પોતાની અંદર એક નજર નાખી
પોતાની ક્ષમતાઓને જો એ જાણી શકે
તો ધીરે ધીરે આગળ જતાં નિઃસંકોચ
એ પોતાની જિંદગીને માણી શકે
- Shailesh Joshi