બાળપણમાં ખુલ્લી અગાસી
પર સુતા હતા.... પણ
ફોટો પાડવાનો યાદ નહોતો આવ્યો...
ન તો પાણીપુરીનો ફોટો લીધો કે
ન તો બરફનો ગોલા
ચૂસવાનું રેકોર્ડિંગ કર્યું...
વગર એસી વાળી ટ્રેનમાં
શાક ને થેપલા,
સાથે પાણીની માટલી,
એના પણ ક્યાં ફોટા લીધા...
પણ... હા...
એક એક પળ બરાબર યાદ છે....
કારણકે કદાચ..
એ સમયે
તસવીરો દિલમાં છપાતી હતી,
કેમેરામાં નહી... હા
અને ઘડિયાળ જો હોય તોય
ફક્ત પપ્પા પાસે જ હોય...
પરિવાર પાસે ફક્ત સમય જ સમય હતો...
- જીજીવીષા