સાતમ સ્પેશ્યલ (જોક્સ)
સાસુ : વહુ મારે કાલે સાતમ છે એટલે હું એક જ ટાઈમ ટાઢું જમીશ.
વહુ : કંઈ વાંધો નહીં મમ્મી જી હું તમે ક્યો તે બનાવી આપીશ.
સાસુ : મનમાં વાહ મારી વહુ તો ખૂબ સારી છે.
સાતમને દિવસે વહુએ સવારમાં ઊઠીને ઘણા બધા પકવાન બનાવી દીધા.સાસુ વહેલા ઉઠીને મંદિરે જતા રહ્યા ત્યાં ભજન કીર્તન કરી બપોરે જમવાના સમયે ઘરે આવ્યા.
વહુ : અરે મમ્મીજી તમે આવી ગયા તમારે આજે ટાઢી સાતમનું એકટાણું છે ને તમે જમી લ્યો.
સાસુ જેવા એકટાણું કરવા બેસે છે વહુ અલગ અલગ ઘણી વાનગીઓ પીરસી આપે છે સાસુ વિચારમાં પડી જાય છે કે કાલ રાત સુધી તો આને આવું કંઈ બનાવ્યું નહોતું આજે આટલી બધી વેરાયટીઓ ક્યાંથી આવી.
સાસુ ઘણું વિચારે છે પણ તેને કંઈ જ સમજાતું નથી તેથી તે સીધું વહુને જ પૂછે છે તે આટલી બધી વેરાયટીઓ ક્યારે બનાવી લીધી ?
વહુ ખુશ થતા થતા કહે છે અરે મમ્મી જી આ બધું મેં સવારે વહેલા ઉઠીને બનાવ્યું છે જેથી તમે બપોરે જમવા બેસો ત્યાં સુધીમાં બધું શું ટાઢું થઈ જાય...
😂😀🤣😅😀😃😄😆😇🤩🤦♀️
😅😃😆🤩🤦♀️ "Rup"