*ભારત ના અસલી રાજા*
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વર્ષો પહેલા નાણા મંત્રાલય સંભાળતા હતા ત્યારે તેમણે સંસદ માં કહેલું કે ભારત ના નાણા પ્રધાન મેઘરાજા છે.
અંગ્રેજ ગવર્નર લોર્ડ કર્ઝન જણાવતો કે ભારત અમારૂ ગુલામ નથી ચોમાસા ની મોસમ નું ગુલામ છે.
કર્નલ નુ વાક્ય અર્થશાસ્ત્ર મૂજબ 100% સાચુ હતું .
ભારત ની પ્રજા ના 56% ટકા લોકો ખેતી પર જીવે છે.વરસાદ ના આવે કે અનિયમિત થાય એટલે ખેડૂતો દેવા માં ડૂબે આને બેન્કો નુ વાર્ષિક સરવૈયુ પણ બગાડી નાખે. નદી પર ના બંધો સરખા ન ભરાય એટલે જલવિદ્યુતના ઉત્પાદન માં કાપ પડે એટલે ઉદ્યોગો માં વીજ કાપ કરવો પડે. વીજપુરવઠો ઓછો મળતાં ઉત્પાદન માં કાપ આવે. ઉત્પાદન ન થતાં અમુક કારીગરો ને છુટા કરી દેવા પડે અને તેઓ બેરોજગાર બને. ઉત્પાદન માં કપાત આવતાં ઘણી વસ્તુઓ મોંઘી થાય.
મોંઘવારી તથા બેરોજગારી ના કારણે લોકો ની ખરીદશકિત ઓછી થાય જેથી લોકો અનિવાર્ય ચીજો પણ ખરીદી શકે નહીં. પુરતી બાજારૂ માંગ ના અભાવે કારખાના પણ ઉત્પાદન ઘટાડી નાખે પરિણામે વધુ લોકો બેરોજગાર બને.
સરકારને મળતા ટેકસ માં ઘટાડો આવે તેથી સરકાર આવક જાવક ના છેડા ભેગા કરીશકે નહીં.
વિક્રમસંવત 1956 માં આશરે 1230000 ચોરસ કિલોમીટર નો પ્રદેશ દુકાળ ગ્રસ્તબન્યો અને 90 લાખ લોકો ભૂખમરા ને લીધે માર્યા ગયા. ખરીફપાક નાબુદ થયો અને રવિપાક પણ 12% જેટલો ઉતર્યો.
ઢોરઢાંખર માટે ઘાસચારો પણ પરદેશ થી આયાત કરવો પડતો.
દોઢેક વર્ષ સુધી એકધારો કેર ફેલાવનાર છપ્પનિયો દુકાળ આખરે દૂર થયો. પણ સંદેશો આપતો ગયો કે ભારતના રાજા મેઘરાજા છે.
https://www.facebook.com/share/p/oTHLecN1PLb87jc8/?mibextid=oFDknk