મારા માથા પર છે હવે એક એવું કલંક
દુનિયાથી જવા નથી કરવો જરા વિલંબ
એક પછી એક એને અપનાવતો જઉં છું
દુઃખો બધા મેં ગોઠવી દીધા છે સળંગ
દુનિયાના રીત રિવાજ હવે કંઈ રીતે મનાવું
દુનિયાની બધી રીત લાગી રહી છે મલંગ
તમને પણ હું કઈ રીત થી ભુલાવી શકું
તમારો તો હું રહ્યો છું સાધક અઠંગ
#nirata