Gujarati Quote in Thought by Gautam Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ચોમાસુ=मौसम= Monsoon*

ઉપનિષદમાં (ઈ.સ. પૂર્વે ૩૦૦૦ના અરસા દરમ્યાન)
હવામાનશાસ્ત્ર વિશે ઘણો વિસ્તૃત ઉલ્લેખ છે અને ત્યાર પછી ઘણા વખતે ઈ,સ, ૫૦૦ દરમ્યાન વરાહમિહિરે તેમના
બૃહત્સંહિતા માં હવામાનનો શાસ્ત્રોક્ત પશ્ચિય આપ્યો.
અગાઉ માનવામાં આવતું કે વર્ષાનો દાતા સૂર્ય છે, (आदित्य जयते वृष्टि) કૌટિલ્યએ તેમના અર્થશાસ્ત્ર માં વરસાદ નું માપન
કરવાની પધ્ધતિનો ખ્યાલ આપ્યો, વિશ્વભરના હવામાનમાં
સર્વાધિક ગૂઢ હોય તો એ ભારતનું ચોમાસું, જેનો ઉદ્ભવ સાગરપાર ક્યાં થાય અને
કેવી રીતે તેનાં મેઘવાદળો
ભારત સુધી પહોંચે તેનો
ખ્યાલ પ્રાચીન સમયના
વિદ્વાનોને ન હતો. ઇ.સ.
૮૯૩માં ઇરાકના બગદાદમાં
જન્મેલા અલ મસુદી નામના
અભ્યાસુ નિરીક્ષકે તે ભેદ
ખોલી બતાવ્યો. સુન્નીને બદલે
શિઆ સંપ્રદાયનો હોવાને લીધે
આરબજગતમાં તેને
જીવતાજીવત તો ખ્યાતિ ન મળી, પણ મૃત્યુ થયાની સદીઓ બાદ
આરબોએ તેના ચિત્રવાળી
ટપાલટિકિટો છાપી. ઇરાન,
સિરિયા, આર્મેનિયા, શ્રી
લંકા, ઓમાન, ઝાંઝિબાર અને માડાગાસ્કરનો પ્રવાસ ખેડ્યા બાદ તેણે ભારતનું ચોમાસું
મોસમ પ્રમાણે બદલાતી પવનની દિશાને આભારી હોવાનું
જણાવ્યું અને ચોમાસુ ઋતુનું ‘મૌસમ’ નામકરણ કર્યું, હિન્દી માં ચોમાસા ને मौसम કહે છે જે અંગ્રેજીમાં monsoon તરીકે અપભ્રંશ પામ્યું.
https://www.facebook.com/share/p/uvdzQ9ti965GTpSf/?mibextid=oFDknk

Gujarati Thought by Gautam Patel : 111944255
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now