બે હૈયા જ્યારે એક નથી હોતા ,ત્યારે અંતર નો ખાલીપો અનુભવે છે...
જ્યારે બન્ને એક થઈ જાય છે ,ત્યારે સાથે રહેવાનો ત્રાસ અનુભવે છે....
જ્યારે લગ્ન પત્રિકા મેળવવા જ્યોતિષ પાસે જાઓ
ત્યારે મેરેજ ની એકપાયરી ડેટ પણ પુછી લેજો સાહેબ,
કારણ કે મેળાપ કરતા વખતે હસતા હસતા પૈસા આપનાર
છૂટા થવા માટે રડી રડી ને ફી ચૂકવે છે, જ્યોતિષ તરીકે કહું છું..
બે પ્રેમીઓ જે ભાગી ને પરિવાર અને સમાજ વિરુદ્ધ લગ્ન કરે છે..
એમનો પ્રેમ 2 મહિના માં એકસ્પાયર થતો જોઈ ને આ લખું છું..
એક સમય હતો જ્યારે પ્રેમ ની ઉંમર જીવન કરતા લાંબી હતી..
હવે પ્રેમ ના ત્રાસથી જીવન ટૂંકાવી નાખવાનો વારો આવે છે...
માટે મિત્રો , કોઈ ના પર એટલું પણ આધારિત ના થાવ
કે એના વગર જીવન નિરર્થક લાગે.. જીવન અને શ્વાસ અમૂલ્ય છે..