Gujarati Quote in Poem by Dr Bharti Koria

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ શંકર આજે પણ આવે છે,
જિંદગીના વિષ ગટગટાવી જાય છે,
એ કૃષ્ણ આજે પણ આવે છે,
સંસારમાં સાચા ને જીતાવી જાય છે.

ફિકર ના કરીશ જો લડવું પડે તો,
ઘણી મહાકાળી રક્તબીજને મારી જાય છે,
ક્યારે રાધા, ક્યારેક મીરા બનીને આવશે,
એ પ્રેમના પાઠ આજે પણ ભણાવી જાય છે.

કળિયુગ બનેલા કાળજાળ દોજખમાં,
એ વરાહ બનીને ડૂબેલાઓને ઉગારી જાય છે,
એ શંકર બનીને આજે પણ આવે છે,
જિંદગીના દરેક વિષ ને ગટગટાવી જાય છે.

Gujarati Poem by Dr Bharti Koria : 111936084
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now