(પ્રેમ અને શારીરિક સંબંધો વચ્ચેનો તફાવત).
આજના સમયમાં બે વ્યક્તિઓ જ્યારે એકબીજાને પસંદ કરે છે અથવા તો એકબીજા માટે લાગણી ધરાવે છે. બે વ્યક્તિઓ વચ્ચે ઘણા બધા તફાવતો જોવા મળે છે અને આ તફાવતો સાથે બે વ્યક્તિઓ એકબીજાને અપનાવે છે. આજકાલના સબંધોમાં એકબીજા માટેની સાચી લાગણીને બદલે આકર્ષણનું પ્રમાણ વધારે જોવા મળે છે. પણ આજના સમયમાં જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરે છે અથવા તો લાગણીઓ ધરાવે છે ત્યારે તેમની વચ્ચે શારીરિક સંબંધ એક સામાન્ય બાબત બની ગઈ છે. પણ સમય જતા બંને વચ્ચે રહેલા તફાવતો એકબીજાને અસર કરે છે અને આ તફાવતો ને કારણે સંબંધો તેમના અંતિમ મુકામ એટલે કે જીવનભરના સાથમાં પરિણમી શકતા નથી. એટલે જ આજકાલ સંબંધોનું ઝડપથી પૂર્ણ થઈ જવું એક સામાન્ય બાબત બની ગઈ છે. પ્રેમ તો પહેલાના સમયમાં પણ થતા પણ તે સંબંધો માં આકર્ષણ ઓછું અને એકબીજા વચ્ચેના તફાવતો ઓછા કરી અને એકબીજા માટેની લાગણી અને તે પણ જીવનભરનો સાથ બની જતો અને બે વ્યક્તિઓ એકબીજાનો સાથ અંતિમ સમય સુધી આપતા. પણ જે રીતે આજકાલ સમય બદલાઈ રહ્યું છે તેમાં સંબંધોનું તૂટી જવું એ ખૂબ જોવા મળી રહ્યું છે. આજના સમયની એક સત્યતા છે કે લાંબા ગાળાના સંબંધો જોવા મળવા ખૂબ મુશ્કેલ છે. ક્યારેક જ એવું જોવા મળે છે એ સંબંધો ખૂબ લાંબા ગાળાના સંબંધો એ પણ સ્વસ્થ સબંધો ખૂબ ઓછા જોવા મળે છે. આજના સમયમાં સત્ય પ્રેમ નું મહત્વ એટલે કે એકબીજાનું સારું વિચારવાની ભાવના તે ઓછી થતી હોય છે અને સંબંધનો આયુષ્ય ખૂબ ઓછું જોવા મળે છે.