Gujarati Quote in Motivational by Dr Bharti Koria

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હળવા રહેવું અને હળવા જીવવું

આ વાત જેટલી કહેવી સહેલી છે એટલી જ કરવી અઘરી છે. હળવા રહેવું એનો મતલબ શરીરનો વજન ઓછો રાખો એટલું જ નહીં પણ મન નો વજન પણ ઓછો રાખવો. પણ આ કેવી રીતે શક્ય બને...
૧. જે ઘટનાઓ આપણા માટે દુઃખદાયી છે તેને ભૂલી જવી વારંવાર વાગોળવી નહીં અને બીજાને કહ્યા કરવી નહીં
૨. જે લોકો આપણને દુખદાયી લાગે છે તેમનાથી દૂર રહેવું. જરૂરી નથી તે આપણા માટે દુઃખદાયી હોય પરંતુ આપણું મન તેને સ્વીકારવા તૈયાર નથી હોતું એટલા માટે તો એમને સ્વીકારી લો અથવા તો એનાથી દુર રહો
૩. મન ની આદત છે જૂની બાબતો યાદ કરી કરી અને દુઃખી થવું. મનની આ આદત આ તો બદલી શકાય અથવા તો થઈ ગયેલી વાતો ભૂલી જવી..
૪. આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે જ્યાં હસવું પણ અઘરું છે આમ છતાં પણ તમારી જાતને હંમેશા હસતી ખેલતી રાખો
૫. તમારી આસપાસ થતી બધી જ ઘટનામાં તમારે મહત્વનું પાત્ર ભજવવું જરૂરી નથી ક્યારેક એને સાક્ષીભાવ થી જુઓ અને ટાળો આનાથી મનને ખૂબ રાહત મળશે
૬. દુનિયાની ઘણી બધી એવી ઘટનાઓ છે જેની સાથે તમારે નિસ્બત નથી છતાં આપણે એમનું ટેન્શન લઈને ફરીએ છીએ જેમકે સવારમાં ન્યૂઝપેપર વાંચી અને દુઃખી થઈ જાય. ન્યૂઝપેપરમાં આવતી દરેક ઘટના તમે ઘણું બધું નથી કરી શકતા તો એ બાબતને મન પર લાવીએ નહીં
૭. આપણી એવી આદતો હોય છે કે આપણે બીજા સાથે સરખામણી કર્યા કરતા હોય છે. દુઃખી થવાનું સૌથી મોટું કારણ સરખામણી છે સરખામણી બંધ કરશો તો પચાસ ટકા દુઃખ ઓછું થઈ જશે.
૮. મનમાં બધું ભરી રાખવો નહીં કોણે શું કહ્યું કોણે ક્યારે કર્યું અને કેવી રીતે કહ્યું આ બધી વસ્તુઓ તમને દુઃખ પહોંચાડશે સામેવાળી વ્યક્તિને નહીં તો બહુ યાદ રાખવો નહીં.
૯. એ યાદ રાખો કે જે ભગવાને બીજાને આપ્યું છે અને તમને નથી આપયું એવી જ રીતે ઘણું બધું એવું પણ છે જે ભગવાને તમને આપ્યું છે બીજાને નથી આપ્યું.. જે છે એમાં ખુશ રહો
૧૦. આ બધું કહેવું સરળ છે પણ કરવા માટે ધીમે ધીમે પ્રયત્નો કરવા પડે એક સાથે તરત બધુ થશે નહીં પરંતુ ટ્રાય કરવામાં શું જાય છે તેને ધીમે એક વસ્તુઓ દૂર કરીએ તો ભી ઘણા બધા હળવા થઈ જઈશું ...

ડો.ભારતી કોરીયા

https://www.facebook.com/share/p/DHnfNu57ZmSQQjH1/?mibextid=oFDknk

(This post is written by me on my Fb page on given above link on 2 nd july 2021)

Gujarati Motivational by Dr Bharti Koria : 111931765
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now