#લાગણીઓની સફરે
#positive
મને એજ ખબર નથી પડતી કે આ અચાનક
સકારાત્મકતાની આટલા બહોળા પ્રમાણમાં કેમ
જરૂર પડી ગઈ ? આપણો દિકરો કે દિકરી બે વાગ્યે ઘરે
આવતા હોય અને કોઇ કારણસર અડધો કલાક મોડું
થાય તો પહેલી પંદર મિનિટજ સકારાત્મક રહી શકાય,
પછીની પંદર મિનિટ ગમે તેવો કઠણ કાળજાનો હોય
તોપણ નકારાત્મક વિચારો આવેજ !અને એ પણ
જીવનનો એક ભાગજ છે. અને એની સામે લડવાની
શક્તિ આપણી અંદરજ રહેલી છે. બહારથી કોઈ પણ
પ્રકારની શક્તિ કે જાદુ નથી થઈ જતુ કે આપણી નકારાત્મકતા તાત્કાલિક હકારાત્મકતા મા ફેરવાઇ જાય..
કે નથી કોઇના કહેવાથી આપણુ દુઃખ ક્ષણવારમાં સુખમાં
ફેરવાઇ જાય.. એટલેજ આપણી અંદરની શક્તિ ને
ઓળખીએ અને બને એટલા સહજ રહીએ...
સેજલ રાવલ