માતાની શુકોમળ આંગળીઓ ફરતી મારા ગાલ,
પર ને દુનિયાના બધા દુઃખ દર્દ ગાયબ થઈ જતા.
ભૂલ થઈ જાય મારી તો પિતાની એક ઝાપડ પડતી,
ને ધોળા દિવસે અખિલ બ્રહ્માંડ ના દર્શન થઈ જતા.
ઠાકોરજીના મંદિરે હું દર્શન કરવા નહિ પ્રસાદ ખાવા,
જતો હતો છતાં કૃષ્ણ મુરારીના દર્શન થઈ જતા.
મસ્ત મીઠુ બાળપણ યાદ કરીને પાછુ બાળક થવાનું મન,
થાય છે કાસ કોઈ જવબદારીના પોટલાં ઉતારીને લઇ જતા.
✍️ચૌહાણ સુરજબા "આર્ય "