#માતૃભાષા
માતૃભાષાની સરિતાને વહેતી રાખો,
મધુર લયનો લહેકો મીઠો ચાખો.
'માં' ની મમતા જેમ લાગણીને
પ્રેમથી,
તેની ધરોહર દિલને દિમાગમાં નાખો.
વારસો જળવાશે પેઢીઓ સુધી તેનો,
બોલનાર ને જણનારા લોકો છે લાખો.
ગરિમા સાથે ગૌરવ વધારવા કરો
પ્રયાસ,
દરેક ભાષાને પોતાનો ગ્રંથ છે આખો.
અથાગ પ્રયત્નો થી સાચવજો
તેને,
આવવાં ન દેશો ક્યારેય પણ
પાંખો.
સખી
દર્શિતા બાબુભાઇ શાહ
અમદાવાદ