આજે માતૃભાષા દિવસ નિમિત્તે પ્રસ્તુત
પરમ સત્ય
પતંગની જેમ અમે બહુ ચગ્યા
પવન પડતાં સાવ નીચે પડ્યા
ફાટ્યા પછીના ચગી શક્યા
ભરતીની જેમ અમે બહુ ઉછળ્યા
ઓટની જેમ સાવ ઓસરી ગયા
સીમાઓને ના ઓળંગી શક્યા
પર્વતની ટોચે ઝટ પહોંચી ગયા
પળમાં પથ્થરાની પેઠ ગગડી ગયા
વિજયનો વાવટો ન ખોડી શક્યા
ઉધામા દોડધામ કરતા રહ્યા
ઈચ્છાના પૂરમાં વહેતા રહ્યા
જિંદગી ન સુખેથી માણી શક્યા
રાજાના પાઠને સાચો સમજ્યા
પડદો પડતાં ખેલ પૂરા થયા
પરમ આ સત્ય ન પામી શક્યા
માનસી