આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભેચ્છાઓ 💐💐
મારા જન્મ સમયે મારા રુદનની ભાષા ગુજરાતી,
મારા ઉછેર સમયે લોકોની અભિવ્યક્તિની ભાષા ગુજરાતી,
મારા પરિપક્વતાના ટાણે મારી વ્યવહારની ભાષા ગુજરાતી,
મારા સપનાઓ,વિચારો,લાગણીઓ,લખાણોમાં વણાયેલી ભાષા ગુજરાતી,
મારા મૃત્યુ સમયેની વેદનાઓની વાચા પણ હશે ગુજરાતી,
તો એમ થયું ને કે,,
મારા પૂરા આયખાની,
મારા પૂરા જન્મારાની ભાષા,
મારી પ્રાણપ્યારી ગુજરાતી.....🙏