આખું ઘર એક ટુવાલથી નહાતું.

દૂધ તો ઘર ની ભેંશ નું જ હોય

નાનોભાઈ બા સાથે સૂઈને
ખુશામત કરતો

પિતાના માર નો ડર બધાને સતાવતો

ફોઈ ના આગમનથી વાતાવરણ શાંત થઈ જતું

આખું ઘર શીરો કે વેઢમી ખાઈ
રવિવાર તહેવાર ની જેમ ઉજવતું

મોટા ભાઈના કપડાં નાના થાય તેની રાહ જોવાતી

શાળામાં, મોટા ભાઈની તાકાતની ધાક નો લાભ લેવાતો

ભાઈ-બહેનનો ઝગડા પ્રેમ સૌથી મોટો હતો.

પૈસાના મહત્વની કોઈ કલ્પના પણ, કરી શકતું ન હતું.

પુસ્તકો, સાયકલ, કપડાં, રમકડાં, પેન્સિલ સ્લેટ
સ્ટાઈલના ચપ્પલ પર પછી થી
નાનાનો હક લાગતો

પણ હવે……….

ટુવાલ અલગ થઈ ગયો,
દૂધ ઉભરાઈ ગયું,

માતા તડપવા લાગી,
પિતા ગભરાવા લાગ્યા,

રવિવારે પીઝા બર્ગર મોમો આવ્યા, કપડાં પણ અંગત બન્યા,
ભાઈઓથી દૂર ગયા,
બહેનનો પ્રેમ ઓછો થયો,

પૈસો મહત્વનો બની ગયો છે,
હવે બધાને બધું નવું જોઈએ છે,
સંબંધો ઔપચારિક બની ગયા.

ભાષાઓ ઘણી શીખ્યા પણ, સંસ્કૃતિ ભૂલી ગયા.

ઘણું મેળવ્યું પણ ઘણું ગુમાવ્યું.
સંબંધોનો અર્થ બદલાઈ ગયો

એવું લાગે છે કે
આપણે જીવીએ છીએ પણ,
સંવેદનહીન બની ગયા

આપણે ક્યાં હતા,
ક્યાં પહોંચી ગયા ....???

Gujarati Good Night by mim Patel : 111918633
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now