"માતૃત્વ"
બાળકને ઉંદરમા માં ઘણું શીખવે છે,
માં માતૃત્વમા ઘણું જીરવે છે.
પેહલા મહિના થી નવ મહિના સુઘી,
માં તેનું માતૃત્વ એક બાળકમાં ખીલવે છે.
માં માતૃત્વમા ઘણું જીરવે છે.
પોષણ મળે તને પુરૂ એટલે, માં ન ભાવતું પણ હસતા મોઢે જમે છે,
માં માતૃત્વમા ઘણું જીરવે છે.
ગર્ભસંસ્કાર ના સંસ્કાર રોપી, માં તને રોજ સવારે, પ્રેમની હુફમા બોળે છે,
માં માતૃત્વમા ઘણું જીરવે છે.
માં બનવાની ખુશીના હેત રોજ માં ના ચેહરાને ખીલવે છે,
માં માતૃત્વમા ઘણું જીરવે છે.
તારી આવવાની તારીખની ઉતાવળમા, માં એક પાનું અદકું રોજ ફડાવે છે,
માં માતૃત્વમા ઘણું જીરવે છે.
બસ હવે તો એક ચેહરો રોજ સપનામા પુછે છે,
માં હું ક્યારે તારા ખોળામાં આવીશ, ને"સ્વયમભુ"રમીશ...માં જાગીને પાછું એક પાનુ ફાડે છે..?
માં માતૃત્વમા ઘણું જીરવે છે.
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ