*પ્રેમની વાત*
પ્રેમની તો શું હું અહીં વાત કરું
અમે તો વસંતમાં ખર્યા છીએ
પ્રણયમાં ડુબ્યા ત્યારે ખબર પડી
અમે તો સિંધુના તટે તર્યા છીએ
વિખુટા પડ્યાં પછીની શું વાત કરું
અમે તો એકલા જ બધે ફર્યા છીએ
બધ આંખનાં સપનાં ની વાત છે
અમે તો નયન તને અર્પણ કર્યા છીએ
છુટા પડવાની વાત હવે ક્યાં છે
અમે તો દુધમાં સાકર જેમ ભર્યા છીએ
વિરહની વાત હવે ક્યાં કરવી છે
નર અમે તો આગમાં પણ ઠર્યા છીએ.
નારાણજી જાડેજા *"નર"*
ગઢસીસા હાલ મુન્દ્રા કચ્છ