Gujarati Quote in Motivational by Krishna Rajput

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લીમડાને આવી ગ્યો તાવ, લીમડાના દાદા ક્યે કહી કહીને થાકી ગ્યો,
જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ...😓
ટી-શર્ટને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહિ ફાવે !
પિત્ઝાને બર્ગરની આખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?
વર્ષોથી બોટલમાં કેદી થઇ સડતા એ પીણાંને પીવો ને પાવ.
જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ...😓
અપ ટુ ડેટ કાગડા ને કાગડીયુ માઈકમાં મંડી પડયા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડયા છો તમે ન્હાવા ?
કૂંપળના ગીતા લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ.😓.
કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
માંદા પડવાનું પોસાય કદી કોઈને'ય
સાંભળ્યા છે ડોકટરના ભાવ ?
જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ...😓
લીમડાને આવી ગ્યો તાવ,
લીમડાના દાદા ક્યે કહી કહીને થાકી ગ્યો,
જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ...😓

okay 👍 tooo.....!!!!!😜😀😝

Gujarati Motivational by Krishna Rajput : 111915822
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now