આશીર્વાદ
પાય લાગે બાલુડા ને માઈ ગદગદ ફૂલે,
મોજડી પેહરે સોનાની ને ચાંદી ના જુલે જુલે,
માથા પર શોભે સોન તિલક ગળા માં સંયમ ફૂલે,
કહે દાદી આશીર્વાદ માં મારા બાલુડા સદા જુગજુગ જીવે.
આંખ માં શોભે લજામણી અને હાથે શોભે દાન,
ઉપર જોતા નીચે સાચવે મન ભારોભાર રાખો માન,
કાન કોઈ કળજુગ ના પકડે હોઠ પર રહે મુસ્કાન,
કહે દાદી આશીર્વાદ માં મારા બાલુડા સદા જુગ જુગ જીવે,
પગ હંમેશા દોડે સત્યર્થે માં હંમેશ સમ્માન માં,
ભાવના ભવ ને આપવાની રહે સદા માટે,
ફેરો એનો સફળ થાય જાય,
કહે દાદી આશીર્વાદ માં મારા બાલુડા જુગ જુગ જીવે.