Gujarati Quote in Motivational by Divakar Narendrakumar Badheka

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા રામ આવશે..મારા રામ આવશે...
રામજી કશે ગયા હતા ? તે આવશે?
તે તો સદાય હતા જ છે ને રહેશે જ
આવી છે માત્ર તેમની પ્રતિકૃતિ..
જાંબુદ્વિપે ભારત ખંડે આર્યાવર્ત જ નઈ
પણ છે સદા કણ કણમહી, આતમમહી રામ..
આમ તો સહજ જ છે કહેવું કે ,
મારા રામ આવશે, પૂછ્યું કદી આતમને?
શું કામ આવશે ? કારણ ખરેખર તો ભુલાયા છે રામ !!
છે ભીતરમાંહી અયોધ્યા કે,તનમાંહી અવધ ?
હા..જો કદી નીરખે ને પૂછે અંતરમહી
બસ આટલું.. સ્વાર્થ મૂકી જન્મદાતાના એક જ બોલે..
કરશે પુરી તેમની આજ્ઞા ને આશ, તો જ આવશે રામ..
જીવનપથના હર ડગે, ચાલશે જો સત્ય સંગાથ,
તો જ આવશે રામ..દેખી કોઈ દિન કે પીડિત,
ભરશે આહ કેરો નાદ ને જો વહેશે અશ્રુ નયનમાંહી
તો જ આવશે રામ..હશે પત્ની કેરું માન ને સુરક્ષા,
તો જ આવશે રામ...હશે શબરી કેરી અનન્ય ભક્તિ,
તો જ આવશે રામ..હશે ભાતૃભાવ એક અનંત,
તો જ આવશે રામ..હશે વિશ્વાસ સહકામી સેના પર,
તો જ આવશે રામ..હશે જન્મભૂમિ થકી ગર્વ,
કર્તવ્ય ને નિષ્ઠા, તો જ આવશે રામ..
ગળશે કડવા ઘૂંટડા,સ્નેહી કે કુટુંબીના,
તે છતાં કરશે તેમને માફ,તો જ આવશે રામ..
હશે પશુ પંખી, કીટ પતંગકેરી કરુણા, તો જ આવશે રામ..
મળશે ઘણા શત્રુ રાવણતણા જીવનમધ્યે,
જો હણશે આદરસહ, તો જ આવશે રામ..
મેલીને ઊંચ નીચ કે નાનું મોટું બેસશે સહપાસ,
તો જ આવશે રામ..હશે પરાક્રમી,કૃતજ્ઞ ને ક્ષમાવાન,
છતાં રહેશે સરળ, તો જ આવશે રામ..
હશે હર પળ પ્રભુ સ્મરણ હનુમંત સરીખું,
તો જ આવશે રામ..કરશે ધર્મની રક્ષા ને
અધર્મીને ભણાવશે પાઠ, તો જ આવશે રામ..
હોય ભલે સર્વજ્ઞ સંપન્ન, અજય, પરાક્રમી,
છતાં રહેશે સદા નમ્ર, તો જ આવશે રામ..
સહેલા નથી આમ આવકારવા રામ ને,
છેવટે તો આ જીવ મળ્યાનું થાશે સાચું ભાન !!
તો ચોક્કસ આવશે મારા રામ..
જય શ્રી રામ...જય જય શ્રી રામ..

Gujarati Motivational by Divakar Narendrakumar Badheka : 111915539
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now