રંગ માનવીને જીવનમાં મળે છે
રંગ જીદગી જીવીને ફળે છે.
જીદગી ચાલે છે ધડકનથી જો,
આગળ પાછળ મારગ વળે છે.
માનવ જીવનમાં થાય છે દુખી
અનેક દુ:ખ આંખ દળે છે.
માણસના મનની અંદર વિચારો
લાગણી ભાવના ઘડે છે.
પરંતુ આ બધું પુરૂ કરીને
જીવનમાં ડમ્મરી ચડે છે.
આર.દવે 'રૂપ'