મકર-સંક્રાંતિ..ઉત્તરાયણ
- મકર સંક્રાંતિ એટલે પ્રકાશનો અંધકાર ઉપર વિજય. માનવીનું જીવન પણ અંધકાર અને પ્રકાશથી ઘેરાયેલું છે. તેના જીવનનું વસ્ત્ર કાળા અને ધોળા તંતુઓથી વણાયેલું છે.
- માનવના જીવનમાં રહેલા અજ્ઞાન, વહેમ, અંધશ્રધ્ધા, જડતા, કુસંસ્કાર વગેરે અંધકારના ધ્રોતક છે. માણસને અજ્ઞાનને જ્ઞાનથી, વહેમને વિજ્ઞાનથી, અંધશ્રધ્ધાને સમ્યકશ્રધ્ધાથી, જડતાને ચેતનાથી અને કુસંસ્કારને સંસ્કાર સર્જનથી દૂર હઠાવવાના છે. એ જ એના જીવનની સાચી સંક્રાંતિ કહેવાશે.