“જુઓ આવ્યાં માલેતુજાર નાં મખાના, ની સામે મધ્યમવર્ગ નાં મમરા..
છે રંગે બંન્ને ધોળા, છતાં રૂપે અવળા..પણ નથી કરતાં બંન્ને કોઈ જાતના નખરાં..
જે સ્વાદમાં ઢાળ્યા, ઢળી ગયાં એમાં.. સમજી ગયાં બંન્ને સમજદારીને સાનમાં..
લાગે સ્વાદ મીઠો, મખાના ની ખીરમાં...વઘારો તીખા મમરા તો બોલાવી દ્યે છે તમરાં..
છે નાસ્તો હળવો, નરવાઈ કે બીમારીમાં.. કહો આપને શું ભાવે મખાના કે મમરા..??” - સ્વરચિત 😊 (મોના વ્યાસ)