...... પર છે ?
ડરથી એ પર છે, વિશ્વાસથી પણ પર છે;
આસ્થાનો વિષય તો શ્વાસથી પણ પર છે;
આત્માથી આત્મા મળી જાય છે ત્યારે,
એ મિલન કોઈ સહવાસથી પણ પર છે;
એક શ્રધ્ધા દીપ જ્યારે પ્રગટે છે ભીતરમાં,
જીવનનાં અંધારાં, અજવાસથી પણ પર છે;
બંધ આંખે પણ કરી લઉં છું હું દર્શન તમારાં,
પછી, હર અભિલાષા આભાસથી પણ પર છે;
સ્નેહથી તો ભરાય સમસ્ત "વ્યોમ" બાથમાં,
માપવા નિકળો તો હર પ્રયાસથી પણ પર છે;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર