સંભળાય છે હરિનો અવાજ ક્યારેક ક્યારેક.
દેખાય છે એ હરિનો સમાજ ક્યારેક ક્યારેક.
જ્યાં કોઈ નિસ્વાર્થભાવે કામ કરે પરોપકારનું,
સમજાય છે હરિનો રિવાજ ક્યારેક ક્યારેક.
દયાભાવ પ્રગટતો મનુષ્યના વર્તને મૂકપશુ પર,
મનાય છે એ જ હરિની આજ ક્યારેક ક્યારેક.
ભૂલીને ભલું કરનારા માણસો હોય છે જગતમાં,
વર્તાય છે ત્યાં મારા હરિનું રાજ ક્યારેક ક્યારેક.
સર્વવ્યાપી સર્વેશ્વરને સઘળે નિહાળે જે સહજ,
ભૂલાય જતી દુનિયા હરિને કાજ ક્યારેક ક્યારેક.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.