ક્ષણ ક્ષણ જીવવા માટે,
ક્ષણ ક્ષણ મરવું પરવડે મને.
તારી દરેક જીદ માટે નમવું ગમે મને.
એક એક વાત જીરવવી પરવડે મને.
ભૂતકાળ ની વહેતી નદીમાં વહેવું ગમે મને.
છત પર કરેલી અલબેલી વાતો પરવડે મને.
તને છોડી મીઠી યાદો લેવી ગમે મને.
વેદના ની કારક અદામાં હેરાન કરવું પરવડે મને.
તું શું જાણે ખેંચતાણમાં ડૂબવું ગમે મને.
તારી તો આ રમત છે આજે હું નહીં,
તો કાલે બીજું પરવડે તને.......