કુદરતને નજીકથી સમજવા પ્રવાસ જરુરી.
નિસર્ગના સૌંદર્યને માણવા પ્રવાસ જરુરી.
મળી જાય નિત નવું ફરતાં ફરતાં કુદરતમાં,
ઈતિહાસને પૂર્ણતઃ જાણવા પ્રવાસ જરુરી.
વધે શ્રદ્ધા મંદિરોની મુલાકાત લઈ નમવાથી,
ઉરઆસ્થા જીવંત રાખવા પ્રવાસ જરુરી.
પાઠ સમૂહજીવનના શીખાય પ્રવાસ કરતાં,
કામની એકવિધતા ટાળવા પ્રવાસ જરુરી.
આનંદ સાથે જ્ઞાનની પ્રાપ્તિ પ્રવાસમાં થતી,
સિદ્ધાંતને પ્રયોગમાં લાવવા પ્રવાસ જરુરી.
ભૂમિકા ભજવે છે શિક્ષકની પર્યટન સ્થળો,
માહિતિને હસ્તગત કરવા પ્રવાસ જરુરી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.