બીડી કે સિગારેટ પીતો પુરુષ બાજુમાંથી પસાર થાય છે ત્યારે મન અસહજ નથી થતું, પણ આવું એક સ્ત્રી કરે છે ત્યારે એક ક્ષણ પૂરતું જરૂર એ તરફ ધ્યાન ખેંચાય છે. મનને સમજાવવું પડે છે કે, ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને તેની સ્ત્રી કે પુરુષ બંને પર સમાન અસર થાય છે, તેને લિંગ સાથે કોઈ સંબંધ નથી.
પોતાને પ્રગતિશીલ કહેતા માણસના મનમાં પણ સ્ત્રી માટેના સામાજિક માપદંડો કંઇક આ રીતે ઘર કરી ગયેલ હોય છે.