વિષય : જરૂરી છે.
હર કોઈ તારા ગુણો નાં વખાણ કરશે તો...
તને તારા માં ઉણપ ક્યારે દેખાશે.
હર કોઈ તારા માં માત્ર તારા માં તારી અચ્છાઈ ને જોશે તો..
તો તને તરમાં તારી ખરાબી ક્યારે દેખાશે.
હર કોઈ તારું ફેન બની ને રહેશે તો...
તારો વિકાસ ક્યારે થશે...
જરૂરી છે એ પણ કે તું જાણે
તારા માં શું ઉણપ છે, જરૂરી છે કે કોઈ તને મોઠા પર બે શબ્દો કહી દે કે...પહેલા તારા માં જે ઉણપ છે એણે તું પૂરી કર પછી બીજા ની પંચાયત કર...
જરૂરી છે એ પણ કે કોઈ તને કહે કે તારા માં શું ખરાબી છે.ખરાબી નો મતલબ એ નથી કે કોઈ તમારી આદત ખરાબ છે એ જ ખરાબી છે તમારા માં...
ખોટા ભ્રમ પણ તમારા જીવન માં તમારી સૌથી મોટી ખરાબી છે યાર.
જરૂરી છે એ પણ કે કોઈ તમને બધી રીતે આલોચના કરે.
આ આલોચના થી નહિ પણ તમે પોતાની જાત ને સારી રીતે જાણી શકશો.
અને એક સમય આવશે કે તમારી આલોચના કરવા વાળા લોકો આવીને તમારા વખાણ કરે એ તમારા ઉપર નિર્ભર કરે છે.
બીજાના માટે પોતાની જાતને નથી બદલવાની પણ પોતાના માટે લાગતા બદલાવ તમારે પોતાના જીવન માટે કરવા પણ જરૂરી છે..