"મમ્મી, ભાઈ મને મારે છે."
"મમ્મી, એ ખોટાડી છે."
ચાલતી મીઠી રકઝક રોજ.
ટાળે મમ્મી વચ્ચે પડવાનું,
જાણે ભાઈ બહેનનો હેત.
પડે જે ભાઈ બહેનની વાતમાં,
રહી જાય છેટું દરેક વાતમાં😀
લડે ઝગડ઼ે તોય સદાય સાથે,
આ જ છે ભાઈ બહેનનો હેત.
જ્યાં સગપણ નક્કી થયું બહેનનું,
મળી તક ભાઈને એવી મજાની.
"હાશ! થશે આખોય રૂમ મારો,
ને રહેશે ઘરમાં શાંતિ જ શાંતિ!"
કહીને એ રોજ ચીડવતો બહેનને.
આવે જ્યાં વેળા બહેનની વિદાયની,
એને ભેટીને સૌથી વધુ રડતો એ ભાઈ!
બહેન વિના લાગતું સૂનું ઘર એને,
ભાઈ બહેનની વાત નિરાળી,
કદીય ન ખૂટે એમનાં હેતની ઘડી.
#Brother