કવિ અને શબ્દને નાતો જન્મોજન્મનો.
સુદ હોય કે વદને નાતો જન્મોજન્મનો.
હૃદય કવિનું શબ્દસહારે આલેખાતું કેવું!
એ કદી ન થાય રદને નાતો જન્મોજન્મનો.
ઉરના ઊંડાણનો શબ્દોથી પરિચય થતો,
વંચાતું કવિનું કદને નાતો જન્મોજન્મનો.
રોજ ઘુમરાયા કરે નવલા શબ્દો મગજમાં,
ના કવિ ચાહે પદને નાતો જન્મોજન્મનો.
એક સિક્કાની જાણે બે બાજુ જોઈ લો ને,
રજૂઆત હો સુખદને નાતો જન્મોજન્મનો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.