" ઇંતેજાર એક જણનો "
આજ પણ આંખોને રહે છે ઇંતેજાર એક જણનો.
એમ કહોને કે હજુ હૃદયમાં છે પ્યાર એક જણનો.
વર્ષો બાદ પણ અજાણતાં એ મળી જાય રસ્તામાં,
તમન્ના છે આંખોની, થઈ જાય દીદાર એક જણનો!
આવી ગયા છે ઘણાય વળાંક આ પ્રેમના મારગમાં,
છતાં મનથી ઓછો ના થયો એતબાર એક જણનો.
નથી આપ્યું દિલ કોઈને કે નથી વસ્યું દિલમાં કોઈ,
હમેશાં રહ્યો આ હૃદય પર ઇખ્તિયાર એક જણનો.
અગર પોઢી જઈશું મરણ શય્યા પર અમે, તો પણ!
ખલતો રહેશે "વ્યોમ" પર ઇખ્તિસાર એક જણનો.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર
ઇખ્તિયાર - અધીકાર
ઇખ્તિસાર - કમી, અભાવ
એતબાર - વિશ્વાસ
દિદાર - દર્શન