*ગૉં કેકે ચે*
વથાંણ મેં અચી ને નૅરે ને લજે
ગોઆર અચી ગૉંઈ઼યુ પ્યો લજે
વથાંણ મેં ગોં ડિસજે હિકડી઼ ન કિત
સેરી સેઢા ખેતર નેરે ડિસજે ન કિત
વિચારે ગૉંઈ઼યુ જો વ્યો કિતે હી ધણ
ભૈલાડં મેં નિરો ચરો પ્યો સો સો મણ
ભૂખ્યૂં ગૉંઈ઼યુ કો ખાધો ન હેકડો તંધ
કોક ચે રીસાઈ વિઠ્યૂં અખયું કરે ભંધ
ગોઆર અચી ચેં કોર થ્યો મુજી માવડી઼
માવડી઼ માવડી઼ ચેં ખીર કઢીયેં ભરે તાબંડી઼
વથાંણ છડી કિતે હાણે વિઞી અચો ચરી
પેંટો઼ડ સીમ અંસાજી સજી વેયા અયો ચરી
માં આજી ચાડીજા એંઠવાડ ચટે પેટ ભરે
ને ગાભલા જેડા બચા મુંજા કાસાઈએં મરે
પુજા કરી ચે તેંતરી કોટી ડેવ વસે મુંજે ડે:
ખીર થ્યો ભંધ ત સવારથી છડે ડિના સ્નેહ
છેલો પાણી પણ ઈનજી પુછતા પૅ
નર ચે અબોલ જીવ તોય ડુખ કેં કે ચે.
નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા હાલ મુન્દ્રા