વિજયાદશમી
તમે જોઈ લેજો ને તલવારની ધાર
અણ દેખ્યો દુશ્મન હવે કયારે કરે વાર
જાગી જાઓ હવે મારા ક્ષત્રિય બાળ
વિશ્વ ઉપર ભમી રહ્યો યુદ્ધ વિકરાળ
ભાઈનાં વેર ભુલી ઉભાં રહેજો બની ઢાલ
હાથે ધરી હાથ દેખાડી દો શુરવીરની ચાલ
આવી રહ્યો વીરોના શસ્ત્ર પૂજનનો તહેવાર
કહે નર હાથમાં શસ્ત્રને સાથે ભગવો લહેરાય.
નારાણજી જાડેજા
નર