પ્રભુની કૃપાથી મને મળી છે દીકરી.
હું તો સર્વસ્વ ગણું વળી છે દીકરી.
લાગણીના ભંડાર સમી એ છે સુતા,
શ્વસુરગૃહે જઈને કેવી ભળી છે દીકરી.
કાળજાનો કટકો કહું કે કાળજું આખું,
દીકરાના રોલમાં જાણે ટળી છે દીકરી.
આભાર ઈશ્વરનો કેટકેટલો હું માનું !
સાસરે રીતરિવાજોમાં ઢળી છે દીકરી.
શ્વસુરગૃહને પોતાનું માનીને રહેનારી,
સૌની સાથે કેટકેટલી હળી છે દીકરી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.