બહાર આજ વરસાદનો પ્રભાવ છે;
ભીતરમાં ખલતો તારો અભાવ છે;
તૂટે નહીં બંધ ક્યાંક આ પાંપણનો,
થઈ ગયો ખૂબ પાણીનો ભરાવ છે;
હતું કદી કાયમી સરનામું આ દિલ,
તમારા વિના બન્યું વેરાન સાવ છે;
ગણિતમાં આમે છું હું થોડો કાચો,
ગણાય તો ગણીલે કેટલા ઘાવ છે;
ચાહું તો ભૂલાવી શકું ક્ષણમાં પણ,
હરપળ તારી યાદોની આવજાવ છે;
ખુદ જ મિટાવ્યું નામ હૃદય પરથી,
હવે વધી "વ્યોમ" કોરી દિવાલ છે;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર