"એક"
ક્ષણ, મિનિટ, કલાક, દિવસ, વરસ એવા નથી
જ્યારે તારી યાદ નથી આવી
વરસ નહીં, વરસો વીત્યા
પણ તારી યાદ અકબંધ છે.
શ્વાસ ચાલે, દિલ ધડકે એમ
તારી યાદ પણ હંમેશ છે.
સૂતા-જાગતા, હસતા-રડતા
બસ તું જ હ્રદયમાં છે.
ખુલીને જીવવું છે મારે,
બસ તું તારી યાદો લઈ જા.
દિલથી હસવું છે મારે,
બસ તું ગયો એમ
તારાથી મને મુક્ત કરી જા.
પાછું વળીને તેં જોયું નથી,
મને એ એક ક્ષણથી
આગળ વધવાનો માર્ગ બતાવી જા.