*શ્રીકૃષ્ણ*
શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ કહું તો ત્યાં
મન ચંચલ બિજે ભટકે છે.
માળા ફેરવું તમારા નામની
તો ત્યાં આંગળીએ અટકે છે.
ઉંમર જાય છે ને નામ નથી લેવાતું
એજ વાત હવે બહુ ખટકે છે.
ના સમજ આ મનને સમજવા
હરિ કેટલી વાર તને પટકે છે.
હરિ નામ વિના છાંયા ક્યાં મળે
એટલે તો જીવ તડકે જીવે છે.
કુષ્ણ નામમાં શિતળતા ચંદનની
બાકી તો આગ હૈયે ભડકે છે.
કહે નર આભાર માન હરિનું
એના થકી જ હ્દય ધડકે છે.
પ્રભુ નામનું પુણ્ય ફળ પણ
કર્મ ફળ વિના હવે બગડે છે.
નારાણજી જાડેજા *"નર"*
મુન્દ્રા