Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🤍 *રક્ષાબંધન* 🤍
__________________

હૈયાની ભાવનાની કોઇ ધન કિંમત ચુકવી શકશે નહી,
ભાવોનું વરદાન, કોઇ તપ ધ્યાનથી પણ મળી શકશે નહી,

મહાસાગરની તોફાની લહેરોને કિનારો રોકી શકશે, પણ
આ બહેનની સ્નેહ ધારાને કોઇ બંધ પણ રોકી શકશે નહી

ભાઇના કર કમલ પર જે સ્નેહની ગાંઠ બાંધી છે
રક્ષાના આ કવચને કોઇ તીર - કમાન ભેદી શકશે નહી,

આસમાનથી ઉતારી છે જે મેઘ ધનુષની રંગોળી,
ચાંદ સૂરજની આભા પણ તેનું તેજ હરી શકશે નહી.

*- જયવંતભાઇ બગડીયા / કવિરાજ*

Gujarati Poem by Jayvant Bagadia : 111894359
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now