*ભાઇ ને રક્ષાબંધન પર બોલાવ્યા છે*
_____________________________
હૃદયના વહેતા ભાવથી આજ શીરો પૂરી બનાવ્યા છે,
હૃદયને કાપી ને જોયુ તો હાફૂસ કેરીના સ્વાદ આવ્યા છે,
હૈયાના ઉપવન ખીલેલા ગુલાબની સુગંધ લાવ્યા છે,
હૃદયની ધડકનમાં 'ભઇલા' ની શહનાઇના સૂર વાગ્યા છે.
ભલે દવાએ ડોકટરોને પણ ધનપતિ બનાવ્યા છે, પણ,
દુઆ એ જ દવામાં મળી અનેક રોગ ભગાવ્યા છે
ભાવનાની રાખડી બનાવી, રક્ષાની આશ લાવ્યા છે,
ભવોભવની દુઆઓથી, ભાઇ માટે ખોળા બિછાવ્યા છે.
સંબંધોના શિખરો પર બહેનીએ હિમાલય બનાવ્યા છે,
હૃદયના દ્વારે આવી, ભાઇને રક્ષાબંધન પર બોલાવ્યા છે.
*- જયવંતભાઇ બગડીયા / કવિરાજ*