ગુરુનું બીજું સ્વરૂપ ગણાય છે શિક્ષક.
ભણવાથી ક્યાં માત્ર બનાય છે શિક્ષક.
જન્મથી જ હોય છે સોંપેલું કાર્ય એને,
અવ્યક્ત પરમેશ એમાં દેખાય છે શિક્ષક.
માનવમૂડી એ જ એની છે સાચી કમાણી,
અધ્યેતાની પ્રગતિ દેખી હરખાય છે શિક્ષક.
વર્તનથી સંસ્કારોનું ઘડતર કરી જાણતો,
તોય ક્યારેક સમાજથી વખોડાય છે શિક્ષક.
ઊણો ઊતરે છે સમાજ કદી એને સમજવામાં,
ફલતઃ વગરવાંકે ક્વચિત્ દંડાય છે શિક્ષક.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.