યાદ નથી.....
બાકી જિંદગી કોઈ ફરિયાદ નથી,
બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી...
વ્યસ્તતા એ માઝા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી...
આંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે,
ખરી ગયું એ પાણી, એ યાદ નથી...
'આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર,
પણ છેલ્લે ક્યારે હસી એ યાદ નથી...
જે વરસાદમાં હું ભીંજાય હતી,
એ વરસ્યો તો ક્યારે એ યાદ નથી....
જીવતા જીવતા ઈચ્છાઓને બધાની,
ક્યારે હું મને જ ભુલી એ યાદ નથી....
ઉભી નથી કતારમાં તારા મંદિર ઈશ્વર,
'પણ તને હું ભૂલી એવી ક્ષણ યાદ નથી...!
-Ri.... :-!