જન્મ દિવસ ની શુભેચ્છા છબીલભાઈ ને ;
_________________________________
જેમની ધાર છે એવી કે આ કુટુંબ ની તલવાર છે,
કુટુબ નુ વટ વૃક્ષ એવુ, ઉંચુ કે આસમાન ને પાર છે.
પ્રભાત ના કિરણ નુ તેજ અને સધ્યા ની રોનક છે ,
છબીલભાઇ થી અમારૂ જીવન રોશન છે.
સાત સમદર પાર ,જયારે યાદ કરો, તોફાની મોજા
બની તે આવશે, જે અમારા કુટુંબ નો કિનારો છે
બાગ ની ફોરમ અધૂરી પડે ત્યારે આ મહેકતી સુવાસ છે
આખ નુ આસુ નીચે ન પડે એ ઝીલવા આ હથેળી નો હાથ છે્
્
આ લાબી લીટી લૂછવા ની કોશીષ પણ કરે કોઇ,
તો આ લીટી મોટી અને મોટી થતી જાય છે.
જન્મદિન. શુભેચ્છા આપુ છુ પણ શબ્દો બધા અધૂરા છે,
અમારા ભાઈ, હરેક શબ્દો કરતા ઘણા ઘણા મોટા છે.
જયવંત ભાઇ બગડીયા / કવિરાજ