આ રહસ્યોને રહસ્ય જ રહેવા દે
ભરાઈ આવે જયારે હૈયું ત્યારે લાગણીઓને વહેવા દે
ક્યાં સુધી રહું ચૂપ હવે તો કંઈક કહેવા દે
આ રહસ્યોને રહસ્ય જ રહેવા દે .....!
શીતળ વાતા વાયરાની સુવાસ ને મહેકવા દે
આ બન્દ પડેલી ધડકનને ફરીથી ધડકવા દે
આ રહસ્યોને રહસ્ય જ રહેવા દે .....!
મોસમમાં મસ્ત બનીને વિચારોને અવકાશ દે
વ્યોમ તણા પ્રણયને ધરા તું સમાવી દે
આ રહસ્યોને રહસ્ય જ રહેવા દે .....!
તારાથી ક્યાં સુધી રાખું અંતર ?
યાદોમાં તારી ભટકે મન મારુ નિરન્તર
આ રહસ્યોને રહસ્ય જ રહેવા દે .....!
તારા શમણાંઓની ઓઢી ચાદર વસન્ત મારી મલકાઈ
તને મળવાની તાલાવેલીમાં આંખો મારી છલકાઈ
આ રહસ્યોને રહસ્ય જ રહેવા દે. .....!
✍️ શ્રીધર મિત્તલ.